r/Gujarati • u/mfj023 • 5h ago
r/Gujarati • u/AutoModerator • 24d ago
Language / ભાષા જો તમે ગુજરાતી વાંચી શકો છો, તો Reddit Settings માં જઈને Auto Translate બંધ કરી દેજો.
આપણે r/Gujarati પર ઘણી વખત ગુજરાતી લિપિમાં લખેલી પોસ્ટ્સ અને કમેન્ટ્સ કરીએ છીએ. Auto Translate ચાલુ હોય તો Reddit તેને આપમેળે બીજી ભાષામાં ફેરવી નાખે છે અને મૂળ ગુજરાતી લખાણ જેવો આનંદ અને ભાવ જળવાતો નથી.
ગુજરાતી માત્ર બોલવાની ભાષા નથી, તે લખવાની, વાંચવાની અને ચર્ચા કરવાની પણ ભાષા છે.
આપણે રોજિંદી ઓનલાઈન વાતચીતમાં પણ ગુજરાતી માટે થોડી જગ્યા બનાવીએ. જ્યાં ગુજરાતી લખી શકાય ત્યાં ગુજરાતી લખીએ, વાંચી શકાય ત્યાં ગુજરાતીમાં વાંચીએ. ઘરમાં, મિત્રો સાથે, WhatsAppમાં, Reddit પર કે કોઈ પણ ઓનલાઈન ચર્ચામાં, રોજિંદી વાતચીતમાં ગુજરાતી માટે થોડું વધારે સ્થાન આપવાનો સમય આવી ગયો છે.
અને r/Gujarati નો એક નાનો આગ્રહ પહેલેથી જ છે, ગુજરાતી ભાષા, ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાત સાથે જોડાયેલી સારી વસ્તુઓને શક્ય તેટલું આગળ લાવવી અને પ્રોત્સાહન આપવું.
Auto Translate OFF → ગુજરાતી ON
આપણી ભાષા જીવંત રાખવાનો સૌથી સરળ રસ્તો છે, તેનો ઉપયોગ કરતા રહેવું.
r/Gujarati • u/BaronsofDundee • 14h ago
History / ઇતિહાસ યુદ્ધમાં અજેય, પ્રેમમાં પરાજિત: વાક્પતિ મુંજની Bollywood થી ચઢિયાતી Love ની ભવાઈ
Enable HLS to view with audio, or disable this notification
એક એવો રાજા, જે યુદ્ધભૂમિમાં અજેય હતો, કવિઓ અને વિદ્વાનોનો આશ્રયદાતા હતો પરંતુ છોકરી(?) ના ચક્કર માં ગોટાળે ચડી ગયો.
આ છે પરમાર વંશના રાજા વાક્પતિ મુંજ(Devdas who?) ની કથા.
વાક્પતિ મુંજ કવિ અને કળાપ્રેમી રાજા હોવા સાથે તેઓ એક શક્તિશાળી યોદ્ધા અને વિજેતા પણ હતા. તેમના સમયમાં પરમાર સામ્રાજ્યની શક્તિ ઘણી વધી હતી અને મુંજ સતત પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે યુદ્ધો લડતા હતા.
મુંજ કવિઓ અને વિદ્વાનોના મોટા આશ્રયદાતા હતા. તેમના દરબારમાં પદ્મગુપ્ત, ધનંજય, હલાયુધ અને ધનપાલ જેવા કવિઓ અને લેખકો બિરાજમાન હતા. કળાપ્રેમી મુંજે પોતાની રાજધાની ધારાનગરીને પણ સુંદર બનાવી. તેમણે અનેક જળાશયોનું નિર્માણ કરાવ્યું, જેમાં મુંજસાગર નામનું જળાશય આજે પણ તેમના નામની યાદ અપાવે છે. ગુજરાતમાં મુંજપુર નામના શહેરની સ્થાપના પણ તેમની સાથે જોડાય છે.
મુંજ અને કર્ણાટકના ચૌલુક્ય રાજા તૈલપ્પ બીજા વચ્ચે લાંબા સમયથી Tom & Jerry વાળી દુશ્મની હતી. બંને વચ્ચે તિખારા થતા રહેતા.
એક વખત પોતાના મંત્રી રુદ્રાદિત્યની સલાહને અવગણીને મુંજે ગોદાવરી નદી પાર કરી તૈલપ્પના પ્રદેશ પર આક્રમણ કર્યું. પણ દર વખતે ડોશી દાળિયા ન આપે, આ વખતે યુદ્ધનું પરિણામ મુંજની તરફેણમાં આવ્યું નહીં. તેઓ પરાજિત થયા અને તૈલપ્પના હાથમાં કેદી બન્યા. કેદ માં શાંતિ થી pushups કરવાને બદલે બધા red flags ignore કરીને મુજે તૈલપ્પની વિધવા બહેન મૃણાલવતી માં લંગર નાખ્યા, અને મૃણાલવતી પટી ગઈ. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો.
મુંજના મિત્રોએ તેમને જેલમાંથી ભગાડવાની ગુપ્ત યોજના બનાવી. એક ભોંયરા દ્વારા તેમને બહાર કાઢવાની યોજના તૈયાર થઈ. પરંતુ મુંજ કહે મારે મૃણાલવતી તો જોઈશે જ, તેમને મૃણાલવતીને પણ પોતાની સાથે ધારાનગરી લઈ જવાની જીદ કરી.
હવે મૃણાલવતી ની insecurity બહાર આવી, તેને ભય હતો કે ધારાનગરી પહોંચ્યા પછી મુંજ તેની મોટી ઉંમર ના કારણે તેનો રસિયો નહીં રહે, અને તેનો સાથ છોડી દેશે. તે ફુટી ગઈ, તેણે આ ગુપ્ત યોજનાની જાણ પોતાના ભાઈ તૈલપ્પને કરી દીધી. મુંજની ભાગવાની યોજના નિષ્ફળ ગઈ.
તૈલપ્પે તેમને માત્ર કેદમાં રાખ્યા નહીં, પરંતુ અપમાનિત કરવાનો નિર્ણય કર્યો. ક્યારેક જે રાજા ૧૪૭૬ હાથીઓના વિશાળ કાફલાનો માલિક હતો, એ જ મુંજ ને હવે તૈલપ્પએ રાજ્યમાં ઘરે-ઘરે ભીખ માંગવા મજબૂર કર્યો.
અને અંતે, તૈલપ્પના આદેશથી મુંજને હાથીના પગ નીચે કચડીને મારી નાખવામાં આવ્યા.
એક એવો રાજા, જેણે યુદ્ધભૂમિમાં પોતાની તલવારથી નામ કમાયું, કવિઓને પોતાના દરબારમાં સ્થાન આપ્યું અને અંતે પ્રેમકથામાં પોતાનું જીવન ગુમાવ્યું. એ સમય ના સાહિત્ય માં લખાયું કે હવે જ્યારે મુંજ નથી રહ્યા, તો દેવી સરસ્વતી સાવ નિરાધાર બની ગઈ છે.
r/Gujarati • u/mfj023 • 1d ago
Literature / સાહિત્ય સૂની પડેલી સાંજને આવી સજાવ તું - અંકિત ત્રિવેદી
r/Gujarati • u/BaronsofDundee • 1d ago
History / ઇતિહાસ ૪૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતના એક નાના નગરમાં આખા નગરને બદલે માત્ર ૫૦ × ૫૦ મીટરના વિસ્તારને ૫ મીટર જાડી દીવાલથી કિલ્લબંધી કરવાની શું જરૂર?
galleryગોલા ધોરો (Gola Dhoro) નો ટીંબો, ત્યાં પુરાતત્વવિદોને ખોદકામ દરમિયાન આ અનોખી કિલ્લાબંધી મળી.
બગસરા ધોળાવીરા જેવું કોઈ મોટું મહાનગર નહોતું. આ માત્ર આશરે બે હેક્ટર (1.92 hectares) જેટલો નાનો કસબો હતું. છતાં પણ ઈસવીસન પૂર્વે આશરે ૨૪૦૦ના સમયગાળામાં અહીં પથ્થર અને કાદવની ઈંટોનો ઉપયોગ કરીને એક વિશાળ રક્ષણાત્મક દીવાલ બનાવવામાં આવી હતી.
દીવાલ સામાન્ય રીતે ૫.૨૦ મીટરથી વધુ જાડી હતી અને કેટલાક ભાગોમાં પાયાની જાડાઈ લગભગ ૭.૫ મીટર સુધી પહોંચતી હતી. આખી વસાહતને કિલ્લાની અંદર લેવામાં આવી નહોતી. કિલ્લાબંધી માત્ર વસાહતના ઉત્તર ભાગમાં હતી અને તેની અંદર માત્ર આશરે ૫૦ × ૫૦ મીટર જેટલો નાનો ચોરસ વિસ્તાર આવતો હતો. વસાહતનો દક્ષિણ ભાગ કિલ્લાની બહાર, સામાન્ય રહેણાંક વિસ્તાર હતો.
આ કિલ્લબંધી કોઈ રાજમહેલની આસપાસ નહોતી. અહીં કોઈ મોટું સામ્રાજ્ય પણ નહોતું. છતાં લગભગ ૪૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતના એક નાનકડા કસબામાં સમગ્ર નગર ને બદલે ફક્ત ૫૦ × ૫૦ મીટર વિસ્તાર ને ૫ મીટરથી વધુ જાડી પથ્થરની દીવાલ થી રક્ષવામાં આવ્યો હતો. સવાલ એ છે કે આટલી નાની વસાહતને આવી વિશાળ કિલ્લાબંધીની જરૂર શા માટે પડી? આખા ગામને નહીં, માત્ર આ નાનકડા ભાગને જ આટલી જાડી દીવાલ પાછળ શા માટે રાખવામાં આવ્યો હતો? પુરાતત્વવિદોને આ દીવાલની અંદરથી મળેલા પુરાવાઓ આ રહસ્ય ઉકેલે છે.
કિલ્લાની અંદર આશરે ૫.૬૦ × ૩.૨૦ મીટર નો એક વિશિષ્ટ workshop મળી આવ્યો. ત્યાં હજારોની સંખ્યામાં Turbinella pyrum નામના કીમતી શંખના ટુકડા અને તૈયાર બંગડીઓ મળી આવી હતી. આ શંખ સ્થાનિક નહોતા. તેમને ૧૦૦ કિલોમીટરથી પણ વધુ દૂરથી અહીં લાવવામાં આવતા અને પછી કાંસાની કરવતો વડે કાપીને બંગડીઓ બનાવવામાં આવતી હતી. અહીં માત્ર એક પ્રકારનું ઉત્પાદન નહોતું.
કિલ્લાની અંદર સ્ફટિક પથ્થરો (quartz crystals) પર પ્રક્રિયા કરીને તેમને દળવામાં આવતા અને તેમાંથી ફાઈઆન્સ (faience)ના ઘરેણાં બનાવવા માટેની પ્રક્રિયા પણ થતી હતી. આ સિવાય તાંબા ની કુહાડી અને હાડકા ના હાથા વાળા તાંબા ના છરા પણ મળી આવ્યા હતા. (અહીં નોંધ લેવા જેવી વાત એ છે કે બગસરા માં થયેલા અન્ય ખોદકામ માં સોનાના મણકા, લટકણ અને કાન ની કડી સાથે સાથે વરખ પણ મળી આવેલ છે.) અર્થાત્, આ ૫૦ × ૫૦ મીટરની દીવાલની અંદર સામાન્ય રહેણાંક વિસ્તાર નહોતો. અહીં વિશિષ્ટ કારીગરો, કાચો માલ અને મૂલ્યવાન તૈયાર વસ્તુઓ સાથેનું એક સઘન craft production center હતુ.
કિલ્લાના પૂર્વ દરવાજા અને તેની અંદરની કાર્યશાળાઓ પાસેથી unicorn motif(મારા મતે આ નામ misguiding છે) અને હડપ્પન લિપિવાળા પાંચ steatite seals મળી આવ્યા હતા જે કદાચ આ માલ સમાન ના branding માટે વપરાતા હોઇ શકે. આ seal અહીં થતી વસ્તુઓના production, management અને trade સાથે જોડાયેલી કોઈ વ્યવસ્થિત વહીવટી પ્રક્રિયા તરફ સંકેત આપે છે.
હવે શરૂઆતનો સવાલ ફરી યાદ કરો. આટલી નાની જગ્યાની આસપાસ ૫ મીટરથી વધુ જાડી દીવાલ શા માટે બનાવવામાં આવી હતી? આ બધા પુરાવાઓને સાથે મૂકીએ તો જવાબ સામે આવે છે.
આ કિલ્લાબંધી બગસરાના craft-production વિસ્તારને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવી હતી. આ દીવાલની અંદર શંખની બંગડીઓ, faienceના ઘરેણાં અને અન્ય કીમતી વસ્તુઓ બનાવતા વિશિષ્ટ workshop હતા. એટલે બગસરામાં સુરક્ષા પણ સમગ્ર વસાહત માટે નહીં, પરંતુ ચોક્કસ આર્થિક પ્રવૃત્તિની આસપાસ કેન્દ્રિત કરવામાં આવી હતી.
લગભગ ૪૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતના આ નાનકડા કસબામાં લોકો કાચો માલ દૂરથી મેળવતા, તેને વિશિષ્ટ workshop માં પ્રક્રિયા કરતા, તૈયાર માલનું વ્યવસ્થાપન કરતા અને તેની સુરક્ષા માટે અલગ કિલ્લાબંધી પણ ઊભી કરતા હતા.
બગસરા આપણને હડપ્પન સમાજમાં વેપાર, વિશિષ્ટ ઉત્પાદન, લાંબા અંતરના કાચા માલના પરિવહન અને આર્થિક પ્રવૃત્તિની સુરક્ષા કેટલી વિકસિત હતી તેની એક અદભુત ઝલક આપે છે.
r/Gujarati • u/BaronsofDundee • 1d ago
Question / પ્રશ્ન Gujarati વાક્યમાં Englishનું ‘s’ વપરાય કે નહીં?
English બોલતી વખતે બહુવચન માટે -s / -es લગાવવાનું હોય છે. આ -s / -es English શબ્દો ની સાથે ગુજરાતી માં ઉતરી આવે કે નહીં?
Gujarati માં કયું વધુ સ્વાભાવિક લાગે?
ત્રણ ફાઇલ મોકલો. ત્રણ ફાઇલ્સ મોકલો.
બે બોક્સ આવ્યા છે. બે બોક્સિસ આવ્યા છે.
ચાર ટિકિટ જોઈએ. ચાર ટિકિટ્સ જોઈએ.
r/Gujarati • u/backtobackshots • 1d ago
Discussion / વિચાર-વિમર્શ Flabbergasted By Priorities of the State
As a Maharashtrian by growing up (Near Kolhapur) but natively from Gujarat (A couple generations ago, forefathers migrated), I had my very first chance to visit Gujarat very recently. Currently, I know somewhat of Gujarati so I can read billboards and basic Gujarati. I visited Gandhinagar, Ahmedabad and areas around it. I was flabbergasted by the kind of development that is there. I have been to several cities in India and nothing is developed like Gandhinagar and Ahmedabad. It almost felt like I arrived in the US (I've been there so I can tell) and for the scale there is, the places are surprisingly well in terms of order and Gandhinagar is very quiet. Unlike capital cities of other states like Mumbai, Bangalore and Chennai, Gandhinagar feels like a capital that stays in Zen mode. Green cover feels out of this world and at the same time areas like Gift City and some big townships are having some of the tallest skyscrapers.
While passing by the road, I saw that the government has advertised about Town Planning, Air Quality Monitoring, Health Programs and I believe that society here has evolved over basic necessities problems like water, electricity and housing and new concerns are beyond basics. Most states I visited are still struggling and stuck with these basic problems of water, electricity and housing and politicians are giving fake promises of solving them after the next election while delivering nothing. Gujarat seems to have delivered what they had promised and now promising items which are beyond one's imagination in India.
One more good thing I felt here is that there are no language wars and people are willing to or at least will try to talk to in 3 different languages, Gujarati, Hindi and English. Most of the public facilities have names and instructions written in these 3 languages. I felt super welcomed here. No wonder other states envy Gujarat. I asked a few people (This can be a biased opinion but I could confirm from some folks from Rajasthan as well who have been living in Gujarat since so many years) whether this was because the PM focuses just on Gujarat or something and I got the answer that this kind of development has been going since way before Modi was PM and state has no intention to compete with others and believe in being better version of itself over the period of years.
r/Gujarati • u/Parasuniversal • 1d ago
Music / સંગીત Sakkar seri khand ne khajur
Hi all,
My grandma used to sing me this song but I don't know if it's a nursery rhyme or what. Please tell me more details.
r/Gujarati • u/BaronsofDundee • 4d ago
Culture / સંસ્કૃતિ ભાઈએ આપેલું પેટીએ ને ભોજાઈએ આપેલું ખૂંટીએ.
ભાઈ-બહેન અને નણંદ-ભોજાઈના સંબંધને લઈને જૂના સમયની આ કહેવત રક્ષાબંધન પર ખાસ યાદ આવે છે.
આ કહેવતનો અર્થ એવો કે ભાઈ બહેનને એવી કિંમતી ભેટ આપે જે પેટીમાં સાચવીને મૂકાય, જ્યારે ભોજાઈ તરફથી મળેલી વસ્તુ એટલી સામાન્ય હોય કે ખૂંટી પર લટકાવી દેવાય.
આજકાલ તો પેટીમાં મૂકવાની ભેટ હોય કે ખૂંટી પર લટકાવવાની બંને માટે UPI આવી ગયું છે.
r/Gujarati • u/wneoorpcjchdkd3 • 5d ago
Food / થાળી તૈયાર છે Which Surti Ghotala is your favourite? (Anda, Paneer or Kheema)
r/Gujarati • u/BaronsofDundee • 5d ago
Food / થાળી તૈયાર છે ગુજરાતની પાપડ પરંપરા કેટલી જૂની છે?
પાપડ નો ઇતિહાસ ઓછામાં ઓછો ૫૦૦ ઈ.સ. પૂર્વે સુધી પહોંચે છે. એટલે કે ૨૫૦૦ વર્ષ પહેલા. પ્રાચીન બૌદ્ધ અને જૈન સાહિત્યમાં અડદ, મસૂર અને ચણાની દાળમાંથી બનાવાતી પર્પટ નામ ની વાનગીઓના ઉલ્લેખ મળે છે.
ગુજરાતમાં તો પાપડ માત્ર ખાવાની વસ્તુ નહોતી. ૧૬મી સદીના વિમલ-પ્રબંધમાં ગુજરાતી લગ્નની તૈયારીઓમાં પાપડ અને વડી બનાવવાની પરંપરાનો ઉલ્લેખ મળે છે. એટલે લગ્નની તૈયારીમાં પણ પાપડનું પોતાનું એક મંગળ કાર્ય હતું. આજકાલ લગ્ન માં વાના રસમ પણ ફરીથી comeback કરતી દેખાય છે.
પાપડ બનાવવાનું કામ પણ હંમેશાં ઘરેલું જ નહોતું. ૧૪મી સદીના રાજસ્થાનના દસ્તાવેજોમાં કાગલ કુટાસ નામના વ્યાવસાયિક પાપડ બનાવનારાઓનો ઉલ્લેખ મળે છે.
૧૫ માર્ચ ૧૯૫૯ના રોજ લોહાણા સમાજની માત્ર ૭ મહિલાઓએ મળીને લિજ્જત પાપડની શરૂઆત કરી હતી, જેમને પાછળ થી પદ્મશ્રી પુરસ્કાર થી નવાજવામાં આવ્યા. ૮૦ રૂપિયા ઉછીના લઈ ને તેમણે આ વ્યવસાય ની શરૂઆત કરી હતી. પહેલા દિવસે માત્ર ૪ પડીકા પાપડ બનાવનાર ઉદ્યોગ આજે ૪૫,૦૦૦ કરતા પણ વધારે મહિલાઓને રોજગાર આપે છે.
અમદાવાદથી લગભગ ૬૦ કિમી દૂર ખેડા જિલ્લામાં આવેલું ઉત્તરસંડા ગામ આજે પાપડ ગામ તરીકે ઓળખાય છે. છેલ્લા ત્રણ દાયકાથી અહીં મોટા પાયે પાપડ બનાવવામાં આવે છે. ઉત્તરસંડામાં પાપડનો ઉદ્યોગ પહેલા શરૂ થયો નહોતો. સંધાણા ગામમાં પાપડ બનતા, પરંતુ પાપડ માટેનું પાણી ઉત્તરસંડાથી લાવવામાં આવતું. આખરે પાણી પાછળ આવતો આ ઉદ્યોગ જ ઉત્તરસંડામાં આવી ગયો.
r/Gujarati • u/tuluva_sikh • 5d ago
Question / પ્રશ્ન In Gujarati we use વાદળી or નીળ for colour "blue"?
r/Gujarati • u/BaronsofDundee • 6d ago
History / ઇતિહાસ ૫,૦૦૦ વર્ષ પહેલાં દફનાવાયેલા રહસ્યમય પુરુષ નું જીવન અને સંઘર્ષ.
galleryકલ્પના કરો કે તમે રસ્તા પર ચાલ્યા જતા હો અને રસ્તાની કિનારે ધોવાયેલી જમીનમાંથી બહાર ડોકિયું કરતું એક માનવ હાડપિંજર દેખાય. એક ઘડી તો ફાટી ને ફ થઈ જાય.
૨૦૧૫ માં કચ્છના રાપર તાલુકામાં આવેલા સુરકોટડા ખાતે પુરાતત્વવિદોની ટીમ સાથે કંઈક આવું જ બન્યું હતું. સુરકોટડાના પ્રખ્યાત હડપ્પન કિલ્લાની બહાર, રસ્તાની બાજુએ જમીનના ધોવાણને કારણે એક માનવ હાડપિંજર બહાર આવી ગયું હતું. જ્યારે પુરાતત્વવિદોએ આખી જગ્યા કાળજીપૂર્વક ખોદીને બહાર કાઢી, ત્યારે તેમને એક રસપ્રદ દફનવિધિ જોવા મળી.
લગભગ ૫,૦૦૦ વર્ષ પહેલાં કોઈએ આ માણસને અહીં દફનાવ્યો હતો. કબરનો ખાડો ચારેય બાજુથી ચૂનાના પ્લાસ્ટરથી લીંપવામાં આવ્યો હતો. મૃતદેહને ડાબા પડખે ટૂંટિયું વળેલી સ્થિતિમાં સુવડાવવામાં આવ્યો હતો. અને તેનું મોં દક્ષિણ તરફ રાખવામાં આવ્યું હતું. માથા પાસે બે મોટા માટીના ઘડા અને બે વાટકા હતા. બીજા બે વાટકા તેના ઘૂંટણ પાસે રાખવામાં આવ્યા હતા.
અસ્થિઓના નૃવંશશાસ્ત્રીય વિશ્લેષણથી (anthropological analysis) જાણવા મળ્યું કે આ એક પુરુષનું હાડપિંજર હતું, જે મૃત્યુ સમયે આશરે ૩૦થી ૩૫ વર્ષનો હતો. તેની ઊંચાઈ આશરે ૧૭૧થી ૧૭૭ સેન્ટીમીટર જેટલી હતી.
પરંતુ તેના દાંતમાં તેના બાળપણની એક નાની નિશાની બચી ગઈ હતી. દાંત પર જોવા મળેલી ઝીણી ખામી, જેને enamel hypoplasia કહેવામાં આવે છે, બાળપણ દરમિયાન થયેલા શારીરિક તણાવ કે ગંભીર બીમારી નો સંકેત આપે છે. સંશોધન મુજબ આ તણાવ તે લગભગ ત્રણ વર્ષનો હતો ત્યારે થયો હોઈ શકે છે.
નવાઈ ની વાત તો એ છે કે પુરુષના જમણા લમણાના હાડકા (right parietal bone) પર આશરે ૪.૧૨ મિલીમીટરનું ગોળાકાર છિદ્ર છે. તેની કિનારીઓ પર હાડકું કુદરતી રીતે રૂઝાઈ ગયેલું જોવા મળે છે. આ દર્શાવે છે કે તેના જીવનકાળ દરમિયાન તેની ખોપરીમાં કાણું પાડવાની અત્યંત અઘરી સર્જરી, જેને ટ્રેપાનિશન (trepanation/trephination) કહેવામાં આવે છે, કરવામાં આવી હતી અને તે આ પ્રક્રિયા બાદ પણ જીવતો રહ્યો હતો. આ શોધ દર્શાવે છે કે આ વિસ્તારમાં ખોપરીની સર્જરી જેવી જટિલ તબીબી પ્રક્રિયાઓનું જ્ઞાન અસ્તિત્વમાં હતું.
કબર સાથે મળેલા માટીના વાસણોના AMS dating પરથી તેનો સમયગાળો ઈ.સ.પૂર્વે આશરે ૩૪૯૦ થી ૩૧૯૫ વચ્ચેનો હોવાનું જાણવા મળ્યું. એટલે કે આજથી આશરે ૫,૫૦૦ થી ૫,૨૦૦ વર્ષ પહેલાં.
એટલે આ દફનવિધિ લોથલ કે ધોળાવીરા જેવા જાણીતા હડપ્પન નગરોના શહેરી તબક્કા કરતાં પણ પહેલાંની છે. આ તેને ગુજરાતમાંથી મળેલા સૌથી પ્રાચીન માનવ દફન અવશેષોમાંનું એક બનાવે છે.
અને અહીં એક બીજો રસપ્રદ તફાવત જોવા મળે છે. સુરકોટડા કિલ્લાની અંદર મળતી દફનવિધિઓમાં ઘણી વખત પ્રતીકાત્મક કબરો જોવા મળતી હતી, જેમાં માનવ અસ્થિઓ નહોતી, અથવા તો કુંડામાં રાખવામાં આવેલી રાખના દફનના પુરાવા મળતા હતા. પરંતુ કિલ્લાની બહાર મળેલી આ કબર અલગ હતી.
અહીં આખો માનવ દેહ દફનાવવામાં આવ્યો હતો અને તેની સાથેના વાસણો પણ કિલ્લાની અંદરના હડપ્પન વાસણોથી અલગ પ્રકારના હતા. તે બરછટ લાલ માટીના બનેલા હતા અને સ્થાનિક આનર્ત પરંપરા સાથે સામ્ય ધરાવતા હતા. એટલે આ કબર આપણને એક રસપ્રદ સંભાવના તરફ લઈ જાય છે.
સુરકોટડા અને તેની આસપાસ હડપ્પન શહેરી સંસ્કૃતિ વિકસે તે પહેલાં પણ લોકો રહેતા હતા, તેમની પોતાની દફનવિધિઓ હતી અને તેમની પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ હતી. અને આ બધું આપણને કોઈ ભવ્ય મહેલ કે શિલાલેખમાંથી નહીં, પરંતુ રસ્તાની બાજુની ધોવાઈ ગયેલી જમીનમાંથી મળ્યું.
૫,૦૦૦ વર્ષ પહેલાં અહીં દફનાવવામાં આવેલા આ મજબૂત બાંધા ના માણસનું નામ આપણને ક્યારેય ખબર નહીં પડે. તે કોણ હતો, શું કામ કરતો હતો કે તેનું જીવન કેવું હતું, એ પણ કદાચ ક્યારેય જાણી શકીશું નહીં.
r/Gujarati • u/Ok-Bumblebee-2027 • 7d ago
Language / ભાષા Gujarati speaking
Hey , looking for someone who can teach me gujarati only for speaking purpose
r/Gujarati • u/BaronsofDundee • 8d ago
Language / ભાષા Latin શબ્દ De facto માટે ગુજરાતી શબ્દ શું છે?
De facto શબ્દનો ઉપયોગ વાસ્તવિક સ્થિતિ દર્શાવવા માટે થાય છે. ગુજરાતી માં તેના માટે કયો technically accurate પર્યાય વાપરી શકાય?
r/Gujarati • u/BaronsofDundee • 8d ago
Culture / સંસ્કૃતિ કચ્છના કુંભારોની સમગ્ર હડપ્પન સભ્યતાને ભેટ: ૫,૦૦૦ વર્ષ જૂનું precision craft
મોનિષા બેટા, લાલ માટી ના વાસણ પર કાળા રંગથી દોરેલા મોર, પશુઓ અને ભૌમિતિક આકારો is too middle class. કચ્છ ના કુંભાર does it in style.
કચ્છના ધાનેતીમાંથી મળેલા કેટલાક વાસણો બતાવે છે કે હડપ્પન યુગનું માટીકામ માત્ર રંગોથી ચિત્ર દોરવા પૂરતું મર્યાદિત નહોતું. અહીંના કુંભારોએ માટીની સપાટી પર જ આછા-ઘાટા રંગોની લયબદ્ધ ડિઝાઇન ઊભી કરવાની એક sophisticated multi layers ટેકનિક વિકસાવી હતી.
પુરાતત્વવિજ્ઞાનમાં આ ટેકનિકને Reserved Slip Ware તરીકે ઓળખવામાં આવે છે.
ભુજ નજીક આવેલા ધાનેતી ગામના પ્રાગૈતિહાસિક દફનસ્થળમાંથી મળેલા માટીના વાસણો, ખાસ કરીને ઊંચી રકાબીવાળા પાત્રો (dish-on-stand), પર આ ટેકનિકના પુરાવા જોવા મળે છે.
પણ આ ડિઝાઇન બનાવતા કેવી રીતે હશે?
સૌ પ્રથમ વાસણ પર એક લાલ કે ઘાટા રંગનું લીંપણ (first slip) ચડાવવામાં આવતું. તેના ઉપર બીજા, આછા અથવા અલગ રંગના લીંપણનું પડ લગાવવામાં આવતું.
પછી બંને પડ સંપૂર્ણપણે સુકાઈ જાય એ પહેલાં, કુંભાર એક ખાસ અણીવાળા સાધન વડે ઉપરનું લીંપણ પસંદ કરેલી જગ્યાએથી ઉખેડી ને ભાત બનાવતો. જ્યાં ઉપરનું લીંપણ દૂર થતું, ત્યાં નીચેનો ઘાટો રંગ ફરી દેખાવા લાગતો.
આ રીતે રંગ લગાવીને ચિત્ર દોરવામાં નહોતું આવતું પરંતુ રંગના ઉપરના પડને ચોક્કસ pattern મા દૂર કરીને ડિઝાઇન બનાવવામાં આવતી હતી.
પરિણામે વાસણ પર આછા અને ઘાટા રંગના પટ્ટા, લયબદ્ધ તરંગો અને જટિલ ભાત ઊભરી આવતી.
ધાનેતીમાંથી એવા કેટલાક વાસણો પણ મળ્યા છે જેમાં બીજું લીંપણ જ લગાવવામાં આવ્યું નહોતું. તેના બદલે ઘાટું લીંપણ સીધું ઉખેડીને નીચેની આછી body clay બહાર લાવવામાં આવી હતી.
આ પ્રયોગો ખાસ રસપ્રદ છે કારણ કે પુરાતત્વવિદો તેમને પછીના હડપ્પન તબક્કામાં જોવા મળતી વધુ વિકસિત Reserved Slip Ware પરંપરાના પ્રારંભિક experimentation તરીકે જુએ છે.
હવે ઉડી ને આંખે વળગે તેવી વાત તો તે છે કે,
પાકિસ્તાનના સિંધુસરસ્વતી ઘાટી વિસ્તારમાં આવેલા પ્રારંભિક હડપ્પન (Early Harappan) સ્તરોમાંથી ધાનેતી જેવી Reserved Slip Ware ટેકનિકના સ્પષ્ટ પુરાવા મળ્યા નથી.
બલુચિસ્તાનના પેરિયાનો ઘુન્ડાઈ (Periano Ghundai)માંથી મળેલા કેટલાક વાસણો આ ટેકનિકની નજીક આવે છે, પરંતુ ધાનેતીમાં જોવા મળતી ચોકસાઈ અને કારીગરી ત્યાં જોવા મળતી નથી.
આ પુરાવાઓ કચ્છને આ ટેકનિકના પ્રારંભિક અને મહત્વપૂર્ણ કેન્દ્રોમાંનું એક બનાવે છે અને અહીં તેનો સ્થાનિક વિકાસ થયો હોવાની સંભાવના ઊભી કરે છે.
r/Gujarati • u/BaronsofDundee • 9d ago
Language / ભાષા ગુજરાતી શબ્દો માં ય પહેલાં ના ઇ માં કંઈક pattern છે, પણ શા માટે?
દરિયો શબ્દ ને દરીયો લખીએ ત્યારે જોડણી માં કંઈક લોચો(જલારામ નો નહીં) હોય એવું લાગે.
પણ બીજા શબ્દો જોયા પછી એક pattern દેખાય.
દરિયો, કડિયો, ધોતિયું, માળિયું, એશિયા, રશિયા, રુમાનિયા, બલ્ગેરિયા, ઑસ્ટ્રિયા, રૂપિયા, પિયર, દિયર.
અહીં કંઈક pattern તો છે જ.
ય પહેલાં આવતો ઇકાર હ્રસ્વ જ હોય છે. પણ એવું શા માટે?
કોઈ નિયમ છે? કોઈ ઉચ્ચારણ સંબંધિત કારણ છે? કે ફક્ત coincidence?
r/Gujarati • u/BaronsofDundee • 10d ago
History / ઇતિહાસ સમ્રાટ કુમારપાળની અમરી ઘોષણા: ઇતિહાસ, વિવાદ કે અતિશયોક્તિ? તમારી શું theory છે? A, B, C, D કે other?
સોલંકી (ચૌલુક્ય) વંશના ઇતિહાસમાં મહારાજા કુમારપાળ (ઈ.સ. ૧૧૪૩–૧૧૭૨) સૌથી પ્રભાવશાળી શાસકોમાંના એક હતા.
સિદ્ધરાજ જયસિંહ પછી અણહિલવાડ પાટણની ગાદી સંભાળનાર કુમારપાળના જીવનમાં મોટો વળાંક તેમના હેમચંદ્રાચાર્ય સાથેના સંબંધને માનવામાં આવે છે. જૈન પરંપરા અનુસાર, હેમચંદ્રાચાર્યના પ્રભાવ હેઠળ કુમારપાળે અહિંસા અને જીવદયાને પોતાના શાસનમાં વિશેષ સ્થાન આપ્યું.
આ જ સંદર્ભમાં તેમની અમરી ઘોષણા famous છે.
પણ અહીંથી ઇતિહાસ થોડો messy બને છે.
કારણ કે કુમારપાળ વિશેના બધા sources એકસરખું ચિત્ર આપતા નથી.
જૈન ઐતિહાસિક પરંપરાઓમાં કુમારપાળના આદેશ હેઠળ પશુ, પક્ષી અને જળચર જીવોની હત્યા તથા શિકાર પર પ્રતિબંધનો ઉલ્લેખ મળે છે. ધાર્મિક બલિપ્રથા પર નિયંત્રણ, અમુક પવિત્ર દિવસોમાં કસાઈખાનાં અને માછીમારી બંધ રાખવા જેવા આદેશોની પણ વાત આવે છે. કેટલાક વર્ણનોમાં શિકારીઓ, કસાઈઓ અને માછીમારોને વૈકલ્પિક રોજગાર માટે આર્થિક સહાય આપવાનો પણ ઉલ્લેખ છે.
એટલે અહીં આપણને એક એવો રાજા દેખાય છે જે અહિંસાને માત્ર વ્યક્તિગત ધાર્મિક આદર્શ નહીં, પણ રાજ્યની નીતિ બનાવે છે.
પરંતુ સમસ્યા એ છે કે આ વિગતો કોઈ એક single contemporary document માંથી મળતી નથી.
કુમારપાળ વિશેની માહિતી જૈન પ્રબંધ અને ચરિત સાહિત્ય, પાછળના સમયની અલગ અલગ પરંપરાઓ અને પછીના ઐતિહાસિક લેખકોના વર્ણનોમાંથી આવે છે. એટલે દરેક દાવાને એકસરખી ઐતિહાસિક ખાતરી આપી શકાય નહીં.
અને પછી આવે છે કેટલીક એવી કથાઓ જે આ persona ને વધુ extremist બનાવી દે છે.
પછી ના કેટલાક ઇતિહાસકારો અને ખાસ કરી ને ૧૯મી સદીના કેટલાક British colonial લેખકો અને અનુવાદકોના વર્ણનોમાં કુમારપાળની અહિંસા નીતિનું ચિત્ર ખૂબ જ extreme દેખાય છે. તેમાં દાવા કરવામાં આવ્યા છે કે:
* શિકારીઓ, કસાઈઓ અને માછીમારોના સત્તાવાર લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા.
* શાહી સેનાના ઘોડા અને હાથીઓને પણ ગાળેલું પાણી પીવડાવવાનો આદેશ હતો, જેથી સૂક્ષ્મ જીવોની પણ હિંસા ન થાય.
* સાંભરના એક વેપારીએ માથાની જૂ મારી હોવાથી તેની સંપત્તિ જપ્ત કરીને તેમાંથી ‘જૂ-વિહાર’ બનાવવામાં આવ્યો હતો.
* નાડોલમાં દેવતાને માંસની આહુતિ આપવા બદલ એક વ્યક્તિને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.
અહીં એક વિચિત્ર contrast જોવા મળે છે. જીવદયા માટે એટલી હદે કડક રાજા જે જીવદયા નું પાલન કરાવવા માટે પ્રજા ને મૃત્યુદંડ પણ આપી શકે.
શું આ ખરેખર કુમારપાળના શાસનની જટિલતા હતી? કે પછી અલગ-અલગ સમયના લેખકોએ પોતાની માન્યતાઓ પ્રમાણે એક જ રાજાની અલગ છબીઓ બનાવી?
સવાલ એ છે કે એક જ રાજા વિશેના સ્ત્રોતો આપણને આટલા અલગ ચહેરા કેમ બતાવે છે?
તો તમારી theory શું છે?
A) કુમારપાળ ખરેખર ખૂબ જ extreme અહિંસાવાદી રાજા હતા, અને જૈન ગ્રંથોએ તેમનું એક આદર્શ રાજા તરીકે PR કર્યું.
B) કુમારપાળ અહિંસા તરફ વળ્યા હતા, પણ કદાચ એટલા extreme નહોતા. તેમની આસપાસની કેટલીક extreme કથાઓ પાછળથી લોકસ્મૃતિ અને ધાર્મિક પરંપરામાં ઉમેરાઈ ગઈ.
C) આમાંથી કેટલીક extreme કથાઓ જૈન વિદ્વાનોએ completely ignore કરી હતી, પરંતુ લોકોની સ્મૃતિમાં ટકી રહી હોવાથી બીજા ઇતિહાસકારો દ્વારા લખાઈ ગઈ.
D) અથવા પછી આખી વાતને ૧૯મી સદીના British colonial લેખકો અને અનુવાદકોએ વધારે dramatic બનાવી. કારણકે colonials ભાંડ હતા.
બીજી કોઈ અલગ જ theory હોય તો જણાવજો.
r/Gujarati • u/BaronsofDundee • 11d ago
Language / ભાષા તમે August ને ઓગસ્ટ બોલો કે ઓગષ્ટ?
આજ સુધી હું ઓગસ્ટ ને ઓગષ્ટ જ બોલતો હતો, મને આજે છેક ખબર પડી કે તેને ઓગસ્ટ બોલાય, ઓગષ્ટ નહીં.
પણ ઓગષ્ટ વાંચવા કે સાંભળવામાં મગજ ને બિલકુલ ફરક જ નથી લાગતો.
કદાચ કારણ એવું હોય શકે કે, ગુજરાતીમાં ‘ષ્ટ’ આપણને પહેલેથી જ બહુ ઓળખીતું છે:
કષ્ટ, નષ્ટ, સ્પષ્ટ, દૃષ્ટિ, દ્રષ્ટાંત, શ્રેષ્ઠ, જ્યેષ્ઠ, વરિષ્ઠ, કનિષ્ઠ, પુષ્ટિ, તુષ્ટિ, સંતુષ્ટ, દુષ્ટ, અષ્ટ, અષ્ટાંગ, અષ્ટાધ્યાયી, અષ્ટાવક્ર, ઇષ્ટ, અનિષ્ટ, અભીષ્ટ, હૃષ્ટપુષ્ટ, વિશિષ્ટ, સુવિશિષ્ટ, ચેષ્ટા.
એટલે અંગ્રેજી st જ્યારે ગુજરાતીમાં આવે, ત્યારે મગજ એને આપણા ઓળખીતા ‘ષ્ટ’ ના ઢાંચામાં બેસાડી દે છે.
એટલે:
ઑગસ્ટનું ઓગષ્ટ, પોસ્ટનું પોષ્ટ, રજિસ્ટરનું રજિષ્ટર, પ્લાસ્ટરનું પ્લાષ્ટર, મિનિસ્ટરનું મિનિષ્ટર, માસ્ટરનું માષ્ટર, લિસ્ટનું લિષ્ટ, ટેસ્ટનું ટેષ્ટ, અને સૌ થી બેસ્ટ ઉદાહરણ બેસ્ટનું બેષ્ટ થઈ જાય.
r/Gujarati • u/mfj023 • 12d ago
Literature / સાહિત્ય હું તો બસ ફરવા આવ્યો છું - નિરંજન ભગત
r/Gujarati • u/BaronsofDundee • 12d ago
Language / ભાષા English નું X = ક્સ કે ક્ષ? સાચું કયું?
English ના box, tax, fax, taxi, mixer જેવા શબ્દો ગુજરાતીમાં લખીએ ત્યારે એક રસપ્રદ spelling convention જોવા મળે છે.
Gujarati લિપિમાં તે હંમેશા ક્સ તરીકે લખાય છે, ક્ષ તરીકે નહીં.
ઉદાહરણ તરીકે:
✅ બોક્સ
❌ બોક્ષ
✅ ટેક્સ
❌ ટેક્ષ
✅ ફેક્સ
❌ ફેક્ષ
✅ ટેક્સી
❌ ટેક્ષી
✅ મિક્સર
❌ મિક્ષર
✅ ઝેરોક્સ
❌ ઝેરોક્ષ
બોક્ષ, ટેક્ષ, ફેક્ષ, ટેક્ષી, મિક્ષર, ઝેરોક્ષ જેવા ખોટા રૂપો ઘણી વાર board, banners અને advertisement માં જોવા મળે છે. કારણ કે ગુજરાતીનું ક્ષ આપણને ખૂબ ઓળખીતું જોડાક્ષર છે અને English નું x જોઈને મન ક્ષ લખવા લલચાય છે.
પણ બંનેનો ઉચ્ચાર એક નથી.
English નું x = ક્સ, જ્યારે Gujarati નું ક્ષ અલગ ધ્વનિ-રચના ધરાવે છે.
એટલે English માં x આવે ત્યારે Gujarati spelling માં તેનો સીધો અને સરળ નિયમ છે:
X = ક્સ
વાત નાની છે પણ રસપ્રદ છે.
r/Gujarati • u/BaronsofDundee • 13d ago
History / ઇતિહાસ 🏴☠️Pirates of Gujarat🏴☠️ ગુજરાત ના સમૃદ્ધ વેપારી દરિયા ની તદ્દન બીજી બાજુ એવા ચાંચિયાઓ અને તેમનો ૮૦૦ વર્ષ લાંબો documented ઇતિહાસ.
ગુજરાતનો દરિયાઈ ઇતિહાસ વેપાર, બંદરો અને દૂરના દેશો સાથેના સંબંધો કરતા ઘણો વધારે છે. સદીઓ સુધી આ જ દરિયામાં વેપારી વહાણોની સાથે ચાંચિયાઓની fleets પણ ફરતી હતી.
આ વાત કોઈ એકાદ ચાંચિયાની નથી. અલગ-અલગ સદીઓમાં ગુજરાતના દરિયાકાંઠે અલગ-અલગ maritime communities અને સ્થાનિક સત્તાઓ દરિયાઈ લૂંટ સાથે સંકળાયેલી જોવા મળે છે.
🏴☠️ 11મી સદી : બાવરીજ કે બવારિજ(ઉચ્ચારણ ને લઈ હું sure નથી)
ઈ.સ. 1030 આસપાસ અલ-બિરૂનીએ કચ્છ અને સોમનાથના દરિયાઈ ચાંચિયાઓનો ઉલ્લેખ Bawārīj તરીકે કર્યો છે.
તેમના નામ પાછળનું કારણ? અલ-બિરૂની અનુસાર તેઓ bīra/baira નામની હોડીઓમાં દરિયામાં લૂંટ ચલાવતા હતા.
અને આ લોકો માત્ર કિનારે બેસીને આવતા-જતા જહાજોની રાહ જોતા નહોતા. જૂના વર્ણનોમાં Bawarij ની દરિયાઈ પ્રવૃત્તિઓ કચ્છ અને સોમનાથથી આગળ, સોમાલિયા નજીક Socotra ટાપુ સુધી પહોંચતી હોવાનું મળે છે.
🏴☠️ 9મી–10મી સદી : ચાવડાઓ પણ?
અહીં ઇતિહાસ થોડો વધુ interesting બને છે.
જૂના ઐતિહાસિક વર્ણનોમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ચાવડા/ચાપા શાસકોની દરિયાઈ શક્તિનો ઉલ્લેખ મળે છે. એક ઐતિહાસિક સંકલન તો કહે છે કે તેમણે શરૂઆતમાં Jat pirates ને દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી પોતે જ વધુ ખતરનાક દરિયાઈ લૂંટારાઓ બન્યા.
એક અલગ આધુનિક સંશોધનમાં પણ ચાવડા શાસક યોગરાજના પુત્ર ક્ષેમરાજા દ્વારા સોરઠના બંદરે આવેલા વિદેશી વેપારી જહાજને લૂંટવાનો ઉલ્લેખ મળે છે.
અહીંથી એક interesting પ્રશ્ન ઊભો થાય છે:
ચાંચિયો અને દરિયાઈ શાસક વચ્ચેની રેખા આખરે ક્યાં હતી?
🏴☠️ 13મી સદી : Marco Polo નો Gujarat problem
લગભગ ઈ.સ. 1292–93 માં Marco Polo ભારત આવ્યો ત્યારે ગુજરાત અને માલાબારના દરિયામાં ચાલતી piracy વિશે તેણે ખાસ નોંધ કરી.
તેના વર્ણન પ્રમાણે દર વર્ષે 100થી વધુ corsair vessels ઉનાળાની આખી ઋતુ માટે દરિયામાં નીકળતાં. ચાંચિયાઓ પોતાની પત્નીઓ અને બાળકોને પણ સાથે લઈ જતા.
અને તેમની સૌથી દમદાર strategy હતી sea cordon.
તમે કલ્પના કરો:
એક merchant ship દૂર ક્ષિતિજ પર દેખાયું.
૧૦ કિલોમીટર વિસ્તાર માં ઘેરો ઘાલી ને ગોઠવાયેલ ૨૦-૩૦ વહાણો ની fleet માં થી કોઈએ તેને જોયું.
તરત જ signal ગયું આગ કે ધુમાડાનું.
અને જોતજોતામાં આખી pirates ની fleet એક જ જગ્યાએ ભેગા થઈને merchant ship પર તૂટી પડે.
આ રીતે તેઓ વિશાળ દરિયાઈ વિસ્તારને લગભગ એક moving surveillance network ની જેમ cover કરતા હતા. Marco Polo ના વર્ણન પ્રમાણે તો ક્યારેક 20 વહાણો મળીને લગભગ 100 miles જેટલો દરિયો cover કરી લેતા.
આ ચાંચિયાઓની દુનિયા ગુજરાતના કિનારે અટકતી નહોતી.
Marco Polo એ Socotra ટાપુ પર Hindu pirates ના પડાવ અને ત્યાં લૂંટનો માલ વેચાતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
એટલે આ કોઈ નાના coastal raiders ની વાત નહોતી. તેઓ Indian Ocean ના long distance maritime network નો ભાગ હતા.
🏴☠️ 14મી સદી : Piram નો મોખડાજી ગોહિલ
હવે આવે છે કદાચ ગુજરાતના સૌથી fascinating pirate figures માંનો એક મોખડાજી ગોહિલ.
ખંભાતના અખાતમાં આવેલા પીરમ ટાપુને તેણે પોતાની maritime stronghold બનાવી હતી.
ત્યાંથી પસાર થતાં જહાજો પાસેથી toll વસૂલાતો હતો અને પીરમનું સ્થાન દરિયાઈ વેપાર પર નજર રાખવા માટે strategic હતું.
આજે પણ પીરમને ગુજરાતના maritime piracy history સાથે જોડાયેલા archaeological સ્થળ તરીકે ઓળખવામાં આવે છે.
હવે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય:
જે માણસ પાસે પોતાનો ટાપુ, કિલ્લો, સૈનિકો અને દરિયાઈ સત્તા હોય તેને pirate કહેવો કે સ્થાનિક maritime ruler?
મધ્યકાલીન દુનિયામાં આ બંને વચ્ચેની boundary આજના જેટલી સ્પષ્ટ નહોતી.
🏴☠️ 17મી–18મી સદી : Sanganians(સાંગાણી)
સદીઓ પછી પણ આ story પૂરી થઈ નહોતી.
કચ્છ અને કાઠિયાવાડ સાથે જોડાયેલા Sanganians / Sangamars / Sangerians 17મી અને 18મી સદીમાં પશ્ચિમ કિનારે જાણીતા pirates બની ગયા હતા.
1690ના એક વર્ણન પ્રમાણે તેઓ સિંધથી Cape Jagat સુધીના દરિયામાં ફરતા અને Hormuz સુધી cruise કરતા. હા, આ એ જ Hormuz જેને control કરવા આજે Trump ભાઈ અને Iran એક બીજા ના ગળે પડ્યા છે.
તેમનું મુખ્ય દરિયાઈ કેન્દ્ર બેટ(Beyt) દ્વારકા સાથે જોડાયેલું હતું.
18મી સદીના યુરોપિયન પ્રવાસીઓએ તો Sangania પ્રદેશ વિશે લખ્યું છે કે ત્યાં વેપાર કરતાં piracy વધુ મહત્વની પ્રવૃત્તિ હતી.
એટલે Pirates of Gujarat માત્ર medieval Gujaratની વાત નહોતી આ maritime tradition ઘણાં લાંબા સમય સુધી જીવંત રહ્યો.
🏴☠️ 18મી–19મી સદી : Vaghers અને બીજા દરિયાઈ raiders
પછી આવે છે સૌરાષ્ટ્રના Vaghers અને અન્ય સ્થાનિક maritime groups.
18મી–19મી સદી સુધી ગુજરાતના પશ્ચિમ કિનારે piracy અને armed maritime raiding ચાલુ રહી હતી. 1820 આસપાસ Vaghers ના suppression સાથે આ જૂના piracy networks પર મોટી અસર પડી અને Sanganians પણ લગભગ અદૃશ્ય થઈ ગયા.
ગુજરાતનું દરિયાઈ વિશ્વ વેપારીઓ, નાવિકો, બંદરો, સ્થાનિક શાસકો, દરિયાઈ communities અને ચાંચિયાઓ બધાથી બનેલું હતું.
ક્યારેક આ જ વ્યક્તિ વેપારી માટે pirate હતો અને પોતાના પ્રદેશ માટે શાસક.
ક્યારેક દરિયાઈ લૂંટ રાજકીય સત્તાનો હિસ્સો હતી.
અને ક્યારેક તો piracy પોતે જ સ્થાનિક economy અને સત્તાની વ્યવસ્થાનો ભાગ બની ગઈ હતી.
આથી ગુજરાતના દરિયાઈ ઇતિહાસમાં માત્ર સુરતના વેપારીઓ અને મસાલાના જહાજો નહોતા. આ જ જહાજોની રાહ જોઈને બેઠેલા કેટલાક Captain Jagga Sangani પણ હતા.